gujaratsas.com

આદિવાસી સમાજના ઉદ્યોગ અને વ્યાપાર કરવા માગતા સાહસિકોને વેપાર-ધંધા-ઉદ્યોગ શરૂ કરવામાં માર્ગદર્શન આપવા માટે આગામી તા.૨૭/૧૨/૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે એક સેમિનાર રાખવામાં આવેલ છે આ સેમિનારમાં સરકારી એજન્સીઓ તથા સફળ ઉદ્યોગપતિ-વ્યાપારીઓ-ધંધાદારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા ઇચ્છ ધરાવતા આદિવાસી ભાઇઓ-બહેનો રજીસ્ટ્રેશન કરાવવા વિનંતિ કરવામાં આવે છે.

સ્થળઃ

શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ, તા.ચીખલી,જી.નવસારી.
જેઓ નવેસરથી વ્યવસાય શરૂ કરવા માગે છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું.
જેઓ પોતાનો વ્યવસાય ધરાવે છે અને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવા માગે છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું

What is New

 ’’ટ્રાઇબલ ટ્રેડ ફેર’’ નાં મુખ્ય આકર્ષણો.

  • આદિવાસી સમાજના જુદા જુદા વેપારી, ધંધાદારીઓ અને ઉદ્યોગપતિઓને એક પ્લેટફોર્મ ઉપર લાવવા અને તેમના વેપાર-ધંધાનો વ્યાપ વધારવો.
  • બેરોજગાર યુવા વર્ગને સરકારી નોકરીના પર્યાય તરીકે સ્વરોજગારી માટે વ્યાપાર-ધંધા-ઉદ્યોગ તરફ લઇ જવા માટે મોટિવેેટકરવા તથા માર્ગદર્શન આપવું. 
  • આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓના પ્રદર્શન અને વેચાણથી ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન. 
  • આદિવાસી સમાજની પરંપરાગત કલા અને સંસ્કૃતિ દર્શાવતી કલાકૃતિઓ અને ગૃહ ઉદ્યોગોથી ઉત્પાદિત ઉત્પાદનોનું પ્દર્શન અને વેચાણ. 
  • આદિવાસી સમાજના યુવાવર્ગને પ્રાત્સાહન આપવા માટે વિવિધ સેમિનાર અને ટોક-શો. (દરદોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦)
  • ટ્રેડ ફેરની મુલાકાતે આવતા બાળકો માટે આનંદ પ્રમોદ માટે આનંદમેળો.
  • આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિસરાતી જતી સંસ્કૃતિ અને જીવનશૈલીને દર્શાવતું પ્રદર્શન.  
Scroll to Top